મોરબી : આર.ઓ. પટેલ મહિલા કોલેજનું બી. કોમ. સેમેસ્ટર 6 નું 90% પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 6 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું બી. કોમ. સેમેસ્ટર 6 નું 90% જેટલું રીઝલ્ટ મેળવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લાકક્ષાએ કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી અને નામાંકિત કોમર્સ/મેનેજમેન્ટ કોલેજ તરીકે ઉભરી આવી છે.

બી. કોમ. સેમેસ્ટર 6 માં પ્રથમ નંબરે ચાવડા નિકિતા હસમુખભાઈ 3735/4400, બીજા નંબરે હિરાણી રચના વિમલકુમાર 3669/4400, ત્રીજા નંબરે વાંક ધારા, જયેશભાઈ 3633/4400, ચોથા નંબરે રાઠોડ વિધિ વાસુદેવભાઈ 3623/4400, પાંચમા નંબરે દલસાણીયા રક્ષા રજનીકાંતભાઈ 3571/4400 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.

બી. કોમ. સેમેસ્ટર 6 માં Statistic વિષયમાં 4 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી તથા Management Accounting વિષયમાં 1 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

બી. કોમ. સેમેસ્ટર 6 માં પ્રથમ વર્ષે જ કુલ 254 વિધાર્થિનીઓમાંથી 226 વિદ્યાર્થીનીઓ એટલે કે 89% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. ઉચ્ચ શિક્ષણના મૂલ્યમાં સતત વધારો થાય એ જ આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટેની નવીનત્તમ ટેકનિકલ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટિંચિગ સ્ટાફ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે