ધોરણ ૧૦ ના પરિણામમાં મોરબી જિલ્લો ૭૫.૪૩ ટકા સાથે રાજ્યમાં બીજા ક્રમાંકે

૮૮.૬૦ ટકા પરિણામ સાથે વાંકાનેરના પીપળીયા રાજ  કેન્દ્રએ મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ ૭૫.૪૩ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પોતાનો બીજો ક્રમાંક જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ મોરબી જિલ્લાએ રાજ્યમાં દ્વિતિય ક્રમાંક મેળવ્યો હતો અને  આ વર્ષે પણ દ્વિતિય કમાંક મેળવીને પોતાનું ગૌરવ જાળવી રાખ્યું છે.

મોરબી જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી વાંકાનેરના પિપળિયા રાજ કેન્દ્રએ સમગ્ર મોરબી જિલ્લામાં ૮૩.૬૦ ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આમ  જિલ્લાના તમામ કેન્દ્રોમાંથી વાંકાનેર કેન્દ્રએ ૮૩.૬૦ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઇ રાણીપાએ અભિનંદન પાઠવ્યા છે.