હળવદ : મહર્ષિ ગુરુકુળમાં એનસીસી કેમ્પ યોજાયો 1200 વિદ્યાર્થીઓએ આર્મીની તાલીમ મેળવી

હળવદ શહેરમાં આવેલી મહર્ષિ ગુરુકુળમાં 26 બટાલીયન સુરેન્દ્રનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે 20 દિવસનો એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ 7 મેથી 26 મે સુધી ધોરણ-9થી કોલેજ સુધીના 1200 વિદ્યાર્થીઓએ ઉનાળાના ધગધગતા તાપમાં આર્મીની તાલીમ મેળવી હતી.

જેમાં હળવદ શહેરના મહર્ષિ ગુરુકુળમાં યોજાયેલા આ કેમ્પમાં આર્મીની તાલીમ સાથે સાથે આર્મીની આકરી મહેનત અને અનુસાશનનો વિદ્યાર્થીઓએ અનુભવ કર્યો હતો. જ્યારે હળવદ શહેરની મહર્ષિ ગુરુકુળની એનસીસી કેમ્પ માટે પસંદગી કરવા બદલ મેનેજીંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ 26 બટાલીયન સુરેન્દ્રનગરના ઓફિસરોનો આભાર માન્યો હતો.