મોરબી ૧૨ સામાન્ય પ્રવાહ ૮૩.૩૪ ટકા પરિણામ સાથે જિલ્લાએ ત્રીજો ક્રમ મેળવ્યો

જિલ્લામાં ૮૮.૭૩ ટકા સાથે ટંકારા કેન્દ્ર પ્રથમ, એ-૧ ગ્રેડમાં પણ મોરબી જિલ્લાના ૬૧ વિદ્યાર્થીઓ, ઉત્તમ પરિણામ લાવી મોરબી જિલ્લો બની રહ્યો છે વિદ્યાનગર

     મોરબી જિલ્લાએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં ૮૩.૩૪ ટકા પરિણામ સાથે ત્રીજો ક્રમાંક મેળવીને રાજ્યમાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ ૮૩.૩૪ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમાંક મેળવી ટોપ ફાઈવમાં દાવેદારી નોંધાવી છે. આ વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષા મોરબી જિલ્લાના ૪ કેન્દ્રો ખાતે યોજાઈ હતી. જે અન્વયે જિલ્લામાં ટંકારા કેન્દ્રએ ૮૮.૭૩ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મોરબી જિલ્લાએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં પ્રથમ, ધોરણ ૧૦ ના પરિણામમાં બીજો અને હવે ૧૨ સામાન્ય પ્રવાહમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. એ-૧ ગ્રેડમાં પણ મોરબી જિલ્લાના ૬૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, મોરબી જિલ્લો શિક્ષણ જગતમાં અગ્રેસર રહી વિદ્યાનગર બની રહ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપાએ તમામ શાળાના સંચાલકો, આચાર્યઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને વાલીઓ તેમજ સમગ્ર જિલ્લા શિક્ષણ વિભાગને શુભેચ્છાઓ પાઠવી છે.