વાંકાનેર : વિશાખા સારલા રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ૧૨ કોમર્સમાં ૯૬.૩૪ સાથે ઉત્કૃષ્ટ પરિણામ સાથે પાસ

વાંકાનેરમાં નજીક નાના એવા ગામ ધમલપરમાં રહેતી અને એલ.કે સંઘવી ગર્લ્સ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી વિશાખા ભુપતભાઇ સારાલા અભ્યાસ દરમિયાન રમત ગમત ક્ષેત્રે કબ્બડી તેમજ ચેસ જેવી રમતોમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ મેળવી અનેક સિદ્ધિઓ મેળવી છે

અભ્યાસ ક્ષેત્રમાં પણ આજે ૧૨ કોમર્સમાં જાહેર થયેલ પરિણામમાં ૯૬.૩૪ પી.આર સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સ્કૂલમાં ચતુર્થ સ્થાન મેળવી પરિવાર તેમજ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ વિશાખા સારલાને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે