“વૃક્ષ એ લીલુ સોનુ છે”- શાળાની બાળા હીર ચૌહાણ

વૃક્ષએ પર્યાવરણનાં ફેફસાં છે જ્યાં હજારો ટન ઑક્સિજનનું ઉત્પાદન થાય છે.

        ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આ પ્રસંગને અનુલક્ષીને મોરબી જિલ્લાના વવાણીયા ગામે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણે સૌ એ વાતથી જરા પણ અજાણ નથી કે વૃક્ષોએ પર્યાવરણ માટે કેટલા ઉપયોગી છે. તેના મહતવને ધ્યાનમાં રાખીને જ તેને પર્યાવરણનાં ફેફસા કહેવામાં આવે છે. જે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઈડ શોષી અને આપણે સૌને ઑક્સિજન આપે છે.

        પર્યાવરણ દિવસની આ ઉજવણીના પ્રસંગે વવાણિયા ગામની શાળામાં ભણતી એક બાળા હીર ભોજાણી વૃક્ષને ‘લીલું સોનુ’ ગણાવતા કહે છે “ કોરાનાકાળે આપણને એ સમજાવી દિધું છે કે, વૃક્ષએ આપણા માટે કેટલું મહત્વ ધરાવે છે. વૃક્ષએ પર્યાવરણનાં ફેફસા છે, જ્યાં હવા શુદ્ધ થાય છે. એક વૃક્ષ હજારો ટન ઑક્સીજનનું ઉત્પાદન કરે છે જેથી આપણે વૃક્ષનું મહત્વ સમજવું જોઇએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. સ્વસ્થ અને નીરોગી જીવન જીવવા માટે કુદરતે આપણને જે અમુલ્ય ભેટ આપી છે તેનું આપણે સૌએ સંરક્ષણ કરવું જોઇએ કારણ કે વૃક્ષ એ લીલું સોનુ છે.”

        નાની બાળ હીર ચૌહાણની આ વાત આપણને ધણુ બધું શિકવી જાય છે. આપણે પણ કોઈપણ વૃક્ષ કાપતા પહેલા તેના અનેક લાભ અને મહત્વને એકવાર વિચારવું જોઇએ. જો કોઈ વૃક્ષ કાપવું એટલું જ જરૂરી હોય તો તે વૃક્ષને સાવ નષ્ટ કરવાના બદલે અન્ય જમીનમાં સ્થળાંતરીત કરવું જોઇએ તથા એક કરતા વધારે વૃક્ષો વાવી તેનો ઉછેર અને જતન કરવું જોઈએ.