મોરબી મચ્છુ નદીના પટ્ટમાં રહેતા ૨૫૦ પરપ્રાંતીય મજૂરો સ્થાનિક લોકોનું સ્થળાંતર કરી સાફ-સફાઈ કરવામાં આવી

મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરાઇ , મચ્છુ નદીના પટ્ટમાં મોરબી પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

મોરબીમાં જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે  વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકા, પોલીસ વિભાગ, આર & બી સહિત વિવિધ વિભાગોના  સંકલનથી કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં આફતના સમયે યોગ્ય પગલા લઈ શકાય તે માટે નદીના પટ્ટમાં રહેતા પરપ્રાંતીય મજૂર તેમજ સ્થાનિક  ૨૫૦ લોકોને  સ્થળાંતર માટે સમજાવી  વી. સી. હાઇસ્કુલ , એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ, રસિકલાલ બોયઝ હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેઓના જમવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન  હેઠળ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે આક્સ્મિક સંજોગોમાં યોગ્ય પગલા લઈ શકાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં છે.  જે અનવ્યે મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ નદીના પટ્ટમાં જેસીબી અને  ટ્રૅક્ટર દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે.

        જિલ્લા વહીવટી તંત્ર નગર પાલિકા, પોલીસ વિભાગ, આર & બી સહિતનો સ્ટાફ સાથે સંકલિત રહી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવા