મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થળાંતર કરી એડમિટ કરાયેલા સગર્ભાઓના ખબર અંતર પુછ્યા

બિપરજોય વાવાઝોડા સંદર્ભે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરાયેલા ઈમરજન્સી રેપિડ રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરાયેલ બે સગર્ભા બહેનો સાથે તેમણે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. બહેનોની પૂરતી સાર-સંભાળ લેવા માટે મંત્રીએ ત્યાંના આરોગ્ય સ્ટાફ તેમજ જિલ્લા વહીવટી તંત્રને સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા સર્વે કરીને જે મહિલાઓની ૦ થી ૧૦ દિવસની અંદર ડીલીવરી સંભવિત હોય તેવા બહેનોની ખાસ કાળજી માટે ડોક્ટર્સની દેખરેખ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે સરવડ ખાતે બે બહેનોને સમજાવી ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે.