દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા સેવાકીય કાર્ય, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા લોકો માટે ફૂડ પેકેટની  વ્યવસ્થા કરાઈ

સેવાકીય કર્યો માટે સદેય માટે તૈયાર રેહતા એવા દેવ સોલ્ટ દ્વારા સંભવિત વાવાઝોડાને લીધે સ્થળાંતર થયેલ લોકો માટે ફૂડ પેકેટની વયાસ્થા કરાઈ. આ કુદરતી આફત દરમિયાન દેવ સોલ્ટ સ્થાનિક પ્રસાસન ના અધિકારીયો સાથે સતત સંપર્કમાં છે અને કોઈ પણ જાતની જરૂરિયાત માટે ખડે પગ તૈયાર છે.

દેવ સોલ્ટ દ્વારા આજે મોરબી કલેકટર ઓફીસમાં, ડીસાસટર મેનેજમેન્ટની ઓફીસમાં સ્થળાંતર થયેલ લોકો માટે ૨૦૦૦ ફૂડ પેકેટ આપ્યા અને માળિયા (મી.) પ્રાથમિક શાળામાં સ્થળાંતર થયેલ લોકો માટે છેલ્લા ૨ દિવસથી ૨ ટાઈમના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.

આ સેવાકીય કાર્ય દેવ સોલ્ટ પ્રા. લી. ના મેનેજમેન્ટના માર્ગ દર્શન હેટડ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, વિમલ કામદાર અને જયરાજસિંહ જાડેજા દ્વારા તેમની કંપનીના સ્ટાફ નીતેશ ગોજીયા, પાલા નંદાણીયા, કપિલ ત્રિવેદી, મહેશ નાઘેરા, વરુણ નંદાણીયા, હરશદ ચિત્રોડા અને ધવલ ભટ્ટ દ્વારા ફડ પેકેટ બનાવાયા હતા.