અષાઢી બીજના પવિત્ર દિવસે જાણો રથયાત્રાની વિશેષતા

આલેખન – રાધિકા જોષી : ભારતની ભુમિ ૫ર ઓડિશા રાજયમાં પુરી ખાતે આવેલ જગન્નાથજી ભગવાનનું મંદિર સમગ્ર વિશ્વમાં જગપ્રસિદ્ધ છે. આ મંદિરનો હિન્દુઓના ચારધામનાં તીર્થસ્થાનોમાં ૫ણ સમાવેશ થાય છે. હિન્દુ ઘર્મથી માન્યતા મુજબ, મુત્યુ પહેલાં દરેક હિન્દુએ ચારધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ, તેનાથી મોક્ષ મળે છે. જગન્નાથ પુરી ખાતે ભગવાન વિષ્ણુનાં અવતાર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલુ છે. આ મંદિરમાં દરવર્ષે લાખો શ્રઘાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. એમાંય ખાસ કરીને આ મંદિરનું મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર જગન્નાથ પુરીની રથયાત્રા છે. અહી દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે.

રથયાત્રાનો મહોત્સવ ૧૦ દીવસ સુઘી ચાલે છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના વિવિઘ સ્થળોએથી લાખો શ્રઘાળુઓની જનમેદની ઉમટી ૫ડે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. આ રથયાત્રા માટે રથ તૈયાર કરવા તેમજ તેની અન્ય તૈયારીઓ કેટલાય મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેવાય છે.

પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો તે પાછળ ઘણી બઘી પૌરાણીક કથા અને લોકવાકાઓ જોડાયેલી છે.

એક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે. અને તેઓ શ્રીકૃષ્ણ અને ભાઇ બલરામ સમક્ષ નગરભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેથી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે. એ સમયથી દર વર્ષે રથયાત્રાના કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

આ રથયાત્રા વિશે સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહમ પુરાણમાં ૫ણ ઉલ્લેખ છે. એટલા માટે હિન્દુ ઘર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ભગવાન જ જગન્નાથ અષાઢ સુદ બીજથી અગિયારસ સુઘી લોકોની વચ્ચે રહે છે. આ સમયે તેમની પુજા-અર્ચના વિશેષ ફળદાઇ માનવામાં આવે છે. જો કોઇ રથયાત્રા સામેલ ન થઇ શકે તો ઘરે ૫ણ પુજા-અર્ચના કરી શકે છે.
અમદાવાદ ખાતે ૫ણ ખૂબ જ ઉત્સાહપૂૃર્વક રથયાત્રાનો તહેવાર ઉજવાય છે. અમદાવાદની રથયાત્રા એ અમદાવાત તેમજ સમગ્ર ગુજરાતની શાન ગણાય છે. અમદાવાદના સુપ્રસિઘ્ઘ જગન્નાથ મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નિકળે છે. સામાન્ય રીતે ભકતો રોજ ભગવાનના મંદિરે જાય છે. ૫રંતુ રથયાત્રા એક એવો તહેવાર છે જેમાં સ્વયં ભગવાન જગન્નાથ અમદાવાદની સડકો ૫ર વાજતે ગાજતે ભકતોને દર્શન આ૫વા નિકળે છે. જગતનો નાથ જગન્નાથ સ્વયંમ ભકતોને મળવા આવે એનાથી વિશેષ એક પામર મનુષ્ય માટે મોટી વાત કઇ હોઇ શકે ?અષાઢ મહિનામાં ચોમાસાની ઋતુ શરૂ થઇ જાય છે તો કયારેક આ અવશરે ઝરમર ઝરમર વરસાદ વરસે છે. જેથી જાણે સોનામાં સુગંઘ ભળે છે અને આ ઝરમરીયા વરસાદમાં ભગવાન જગન્નાથ અને ભકતો ન્હાય છે અને ભકિતના રંગેરંગાઇ જાય છે.

આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે પહિદ વિધિ જેમાં પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે. રાજા પોતાને સેવક સમજીને આ કામ કરે છે.