ભારતનું ભવિષ્ય ખુલ્લામા બેસી ભણવા મજબૂર ક્યાં ગયા હળવદના નેતાઓ ?

હજુ થોડા દિવસ પહેલા જ એક આઈએએસ અધિકારીએ લેટર બોમ્બ ફોડ્યો હતો જેમાં દાહોદ વિસ્તારમાં ભણવાનું સ્તર ખૂબ જ નીચું હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે મોરબી જિલ્લાનું એક એવું ગામ એટલે કે હળવદ જ્યાં તાલુકા લેવલના ગામની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલ શાળા નંબર આઠમાં બાળકોને તો ભણવું છે પરંતુ ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બને છે જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજથી દોઢ વર્ષ પહેલા નવા ઓરડા બનાવવા માટે આ નિશાળ તોડી પાડવામાં આવી હતી પરંતુ આજે એ વાતને દોઢ વર્ષ થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી આ શાળા નું બાંધકામ થયું નથી જ્યારે ઉનાળાના તડકો હોય કે પછી શિયાળાની ઠંડી અને ચોમાસાના વરસાદમાં પણ આ પછાત વિસ્તારના બાળકો ખુલ્લા વિસ્તારમાં ભણવા મજબૂર બને છે

ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે ક્યાં ગયા હળવદના નેતાઓ કે જે મત લેવા માટે ઘેર ઘેર સુધી મત માંગવા આવતા હતા ત્યારે ચૂંટાયેલા સભ્યો એતો પક્ષ પલટો કર્યો ,ધારાસભ્ય બન્યા એને છ મહિના વીત્યા છે આજ દિન સુધી શું ધારાસભ્ય એ શાળા નંબર 8 ની મુલાકાત લીધી ખરા કે પછી અજાણ જ છે શહેરી વિસ્તારમાં આવેલ શાળાની જાણ હોય તો પછી તાત્કાલિક ધોરણે કામ કેમ ન થયું? હળવદના દરેક નેતાઓ નીચલા લેવલે કામગીરી કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું સ્પષ્ટપણે આ શાળા જોયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવાનું એ રહ્યું કે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નેતાઓ કે ધારાસભ્ય કોઈ નક્કર કામગીરી કરશે કે કેમ ? તેમજ 125 વિદ્યાર્થીઓ સામે માત્ર 3 જ શિક્ષકો હળવદ ના બાળકો શું થશે આ ભારત નું ભવિષ્ય ?? શું ખરેખર આ બાળકો 21 મી સદીમાં ભણી રહ્યા છે કે કેમ તે પણ વિચારવા જેવું ખરા !!