ઇચ્છુક વિદ્યાર્થીઓ ૧૫ જુલાઇ સુધી https://esamajkalyan.gujarat.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવેલ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા સરકારી કુમાર છાત્રાલયમાં વિનામુલ્યે પ્રવેશ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં અનુસૂચિત જાતિના મેડીકલ, એન્જીયરીંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પુરતી તક આપવાના હેતુ માટે નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે.
છાત્રાલયોની યાદી https://esamajkalyan.gujarat.
પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. જેની આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ રહેશે. વધુ માહિતી માટે મોરબીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હોસ્ટેલ), ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, શોભેશ્વર રોડ, મોરબી અથવા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન રૂમનં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ખાતે ફોન નં.૦૨૮૨૨-૨૪૨૨૨૪ પર સંપર્ક કરવા અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું છે.