હળવદમાં જાહેર શૌચાલયમાં દેશી દારૂની ખાલી પોટલીઓ અને ગંદકી

હળવદ ની પરિસ્થિતિ જાણે રખડતા ભટકતા ઢોરની હોય તેવી હાલ સર્જાઇ હોય તેવી પરિસ્થિતિ છે કોઈ હળવદનું હાલ ધણી ધોળી ન હોય તેવી રીતે છેલ્લા અનેક સમયથી જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેના માટે જવાબદાર કોણ સૌ પ્રથમ હળવદ નગરપાલિકા હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમય થી જે પણ કામ કરવામાં આવી રહ્યા છે પરંતુ લોકો ને તેના કામ સંતોષકારક નથી લાગી રહ્યા તેમજ તંત્ર માત્રને માત્ર નિંદ્રાધીનો હોય તેવું પણ સ્પષ્ટ ચિત્ર હાલ જોવા મળી રહ્યું છે

વારંવાર ગંદકીના પ્રશ્નો હોય સફાઈ ના પ્રશ્નો હોય કે પછી જાહેર શૌચાલયમાં ગંદકી હોય કે સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નો હોય પરંતુ તંત્ર જાણે કોઈ સાર સંભાળ લેવા વાળું જ ન હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે ત્યારે હાલ જે ચિત્ર આપ જોઈ રહ્યા છો તે હળવદ નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલય જે જૂની મામલતદાર કચેરી નજીક આવેલું છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો કે જે સરકારી કાગળ કરાવવા માટે આવતા હોય તેમજ આસપાસના સરકારી કચેરીઓ માટે જે વકીલો તેમજ ઝેરોક્ષ ની દુકાન વાળા લોકો પણ ત્યાં શોચાલય પર જતા હોય આ શૌચાલયની પરિસ્થિતિ એટલી દયનીય છે કે સૌચ ઉત્તરે પણ નહીં ત્યારે હવે નગરપાલિકા તંત્ર જાગશે નહીં તો હળવદ ભગવાન ભરોસે છે એ પણ ચોક્કસ છે