મોરબી : મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લામાં સારી એવી પાણીની આવક થઈ છે. જિલ્લાના વિવિધ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. ત્યારે મોરબી નજીક આવેલો મચ્છુ ત્રણ ડેમ ભરાઈ જતા જળ સપાટી જાળવવા માટે એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.

ડેમમાં ૪૧૭ ક્યુસેક પાણીની આવક છે જેની સામે ૪૧૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ ત્રણ ડેમની ભરપુર સપાટી ૨૮.૭૦ મીટર છે જ્યારે હાલની જળસપાટી ૨૭ મીટર છે.