અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગરની કારોબારી ઘોષિત કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.

ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારી ની રચના કરવામાં આવી.જેમાં નગર અધ્યક્ષ મનહરભાઈ શુદ્વા, નગર મંત્રી રાજદિપસિંહ જાડેજા, નગર ઉપાધ્યક્ષ મુકતાબેન સોલંકી, નગર ઉપાધ્યક્ષ શિલ્પાબેન પનારા, નગર સહ મંત્રી કર્મભાઈ કાસુન્દ્રા, નગર સહમંત્રી મયુરભાઈ રાઠોડ, નગર સહમંત્રી દિક્ષિતાબેન ધામેચા, નગર કાર્યાલય મંત્રી હર્ષિતરાજસિંહ ઝાલા, શોસયલ મિડિયા સંયોજક ધેર્યભાઈ દવે, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક કુલદીપસિંહ ઝાલા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, 10+2 સંયોજક લક્ષિતભાઈ ડોડીયા, સ્પોર્ટ્સ સંયોજક મેત્રીકભાઈ જોષી

કારોબારી સદસ્ય : અભયભાઈ અગવત, સંકેતભાઈ મકવાણા, જેમિસભાઈ લાલવાણી, આર્યનભાઈ વધાડિયા, તાનિયાબેન, પ્રાચિબેન નિમાવત, વંશિકાબેન શેરસીયા, રેનસીબેન લિખીયા, ભકિતબેન રાણપરા, ટીશા મેજડિયા
ઉનનતિબેન ઝાલા સહિતની ઘોષણા કરાઈ

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશસહ મંત્રી રિદ્ધિબેન રામાનુજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.