વાંકાનેર પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરેલ વાહનોની હરાજી કરાશે

         વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૨૬ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.

આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/-  તેમજ એટલી જ રકમનો ડ્રાફટ  હરાજી સમયે પોલીસ સ્ટેશન ખાતે, જમા કરવાનો રહેશે. હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર દ્વારા જણાવાયું છે.