મોરબી જુના રેલવે કોલોની ગરબી માં બાળાઓ અર્વાચીન દાંડીયા ને છોડી પ્રાચીન પરંપરા જાળવી ગરબા રમ્યા

મોરબી ના સ્ટેશન રોડ પર રેલવે સ્ટેશન સામે જૂની રેલવે કોલોની માં ૮૦ વર્ષથી વધુ સમયથી જૂની પ્રાચીન શ્રી જૂની રેલવે કોલોની ગરબી મંડળ માં ૭૫ થી વધુ બાળાઓ આજના યુગ ના મારધાળ ડિસ્કો ડીજે ના અર્વાચીન દાંડીયા ને તિલાંજલી આપી અવનવા રાસ જેમાં માડી તારી અઘોર નગારા,તલવાર રાસ, ધુમર રાસ,માં નવદુર્ગા રાસ રમી માં નવદુર્ગા ની ભક્તિ આરાધના કરી પ્રાચીન સંસ્કૃતિ ની પરંપરા જાળવી રહી છે.

આ સફળ ગરબી નું સંચાલન સેવાભાવી યુવાનો અનીલ રાઠોડ, અવધગીરી ગોસ્વામી, રવિરાજ ગોસ્વામી, તુષાર કોટક, રવિ પંડ્યા, રાજુભાઇ રાઠોડ, મિતેષ સોલંકી, દિપ રબારી, મહિપતસિંહ રાઠોડ, કરી રહ્યા છે. નવરાત્રી ના દિવસ માં બહોળી સંખ્યા માં આ ગરબી જોવા લોકો ઉમટી પડ્યા હતા