વાંકાનેરમાં દશેરાએ પરંપરા મુજબ રાજવીની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરાયું

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) :રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં રાજપૂતો ઉપસ્થિત રહ્યા હતા.

શસ્ત્ર પૂજનમા સાધુ સંતો મહંતો સાથે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા , જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા , રાજકોટ મ્યુિસિપાલિટીનાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા , વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા ઝાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું સ્થાનિક રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર રાસ રજૂ કરવામાં આવેલ. વિવિધ આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરેલ.