ટંકારા : ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં દશેરાએ બાળકો દ્વારા અલગ પ્રકારનું પૂજન કરાયું

ધાર્મિક માન્યતા પ્રમાણે દશેરામાં શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે આપણી આ પરંપરાને જાળવી રાખવા તેમજ બાળકોમાં ધાર્મિક મૂલ્યો નું રોપણ કરવા માટે ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા એક અલગ પ્રકારનું દશેરાનું પૂજન કરવામાં આવ્યું.

જેમાં દશેરાના ના બીજા દિવસે જ સત્રાંત પરીક્ષા શરૂ થતી હોય ,વિદ્યાર્થીઓ ના શસ્ત્ર એવા પાટી,પેન,સંચો,બોલપેન, કંપાસ ના સાધનો વગેરેનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કંકુ ચોખા તેમજ ધૂપ દીપ પ્રગટાવી અને પ્રસાદ વહેચી પૂજન કરવામાં આવ્યું.અને બાળકો પરીક્ષામાં સારા ગુણો સાથે ઉતીર્ણ થાય તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા. સાથે સાથે બાળકો દ્વારા હાલના ડિજિટલ યુગ માં બાળકો માટે અને ખાસ દીકરીઓ માટે શિક્ષણ નું શું મહત્વ છે તેનો શુભ સંદેશ સમાજ ને પાઠવવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સાંચલા ગીતાબેન મનસુખલાલે કર્યું હતું.