મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું પુન: વિતરણ કરાયું

મોરબીની માધાપરવાડી શાળામાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના કારોબારી ચેરમેન દ્વારા સાહિત્ય અર્પણ

મોરબી,જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં 595 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ધો.1 થી 8 નું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે,ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી વયપત્રક રજીસ્ટર, પુસ્તક ઈસ્યુ રજીસ્ટર, સ્ટાફ મૂવમેન્ટ રજીસ્ટર, વિદ્યાર્થી હાજરી પત્રક,દૈનિક નોંધપોથી,વિદ્યાર્થી સમરી નોંધ રજીસ્ટર વગેરે અનેક પ્રકારના સાહિત્યની જરૂર પડતી હોય છે ત્યારે મોરબી જિલ્લાની નવ રચના થયા બાદ આ પ્રકારનું સાહિત્ય શાળામાં આપવામાં આવેલ ન હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાહિત્ય આપવા માટે રજુઆત કરવામાં આવેલ

આ રજુઆતને ગ્રાહ્ય રાખી પ્રથમ વખત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સાહિત્ય છપાવવામાં આવ્યું અને પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબીએ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લઈ પોતાના વરદ હસ્તે બંને શાળાના પ્રિન્સીપાલને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારની ઉપસ્થિતમાં અર્પણ કરેલ હતું. આ તકે શાળાઓ માટે ખુબજ જરૂરી સાહિત્ય પૂરું પાડવા બદલ હંસાબેન પારેધી પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી,હીરાભાઈ ટમારીયા ઉપ પ્રમુખ પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત,ડી.ડી.જાડેજા જિલ્લા વિકાસ અધિકારી-મોરબી પ્રવિણભાઈ અંબારિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-મોરબી અને તમામ વહીવટી અધિકારીઓનો શિક્ષકોએ આભાર પ્રકટ કરેલ છે.