મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પુત્રને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો આદ્રોજા પરિવાર

અકસ્માત માં અવસાન પામેલ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા ના સ્મરણાર્થે સેવાકાર્ય થકી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિજનો

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. તે અંતર્ગત તાજેતર માં માર્ગ અકસ્માત માં અવસાન પામનાર સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા (ઉ.વ.૧૮) ના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા સદ્ગત ના આત્મા ના શાંતિ અર્થે સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો.

આ તકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહીત ના અગ્રણીઓએ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈઆદ્રોજા ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી