હળવદની સરા ચોકડીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવા માંગ

વિશાલ જયસ્વાલ હળવદ : આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ શહેર ના હાઇવે ઉપર આવેલ સરા ચોકડી એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા મુકવા માં આવે અને ત્યાં સર્કલ બનાવવા માં આવે તે સર્કલ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ આપવા માં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી હળવદ દ્વારા કરવામાં આવી હતી અને હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ ને લેખિત માં રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ તકે આમ આદમી પાર્ટી હળવદ શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા, હળવદ તાલુકા યુવા પ્રમુખ દેવરાજભાઈ સાકરીયા, સંજયભાઈ ઠાકોર, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત નાં કાર્યકરો દ્વારા રજૂઆત કરવા માં આવી અને હાજર રહ્યા હતા.