શ્રી ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે અનોખો સેવા યજ્ઞ “બાળવસ્ત્રાલય “.

આપણે જાણીએ છીએ કે હાલ સરકારી શાળાઓમાં મજૂર વર્ગ ના બાળકો ની સંખ્યા વધારે છે.અને નજીકમાં જ દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ બાળકો ને સારા કપડાં પહેરવા મળી રહે તે માટે ત્યાંના શિક્ષિકા બહેને એક અનોખું બાળ વસ્ત્રાલય નું સ્થાપન કર્યું છે. આપણે ઘણીવાર સારી કન્ડીશન માં હોય તેવા કપડાં ટૂંકા થવાને લીધે અથવા તો યેન કેન પ્રકારે જવા દેતા હોય છીએ.

જે આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે આશીર્વાદ રૂપ થઈ શકે છે.આવી તો ઘણી વસ્તુઓ છે જે આપણે સારી હાલતમાં હોવા છતા ઉપયોગ કરતા નથી હોત તે બીજાને જરૂરી થઈ શકે છે. આવા જ વિચારો થી પ્રેરાય ને શાળાના બાળકો માટે આ વસ્ત્રાલય શરૂ કરવામાં આવ્યું.જેથી દિવાળી ના દિવસો માં બાળકો સારા કપડાનો ઉપયોગ કરી શકે.આ વસ્ત્રલયમાંથી બાળકો પોતાની જાતે કપડાં લઇ શકે છે. આ સાથે આપ પણ તમારા બાળકોના કપડાં જે સારી કન્ડીશન માં હોય પણ પહેરતા ન હોય તેવા કપડાં ગીતાબેન નો સંપર્ક કરી દાન માં આપી શકો તેવો આગ્રહ ગીતા બેને કર્યો છે.