હળવદ : સરકારી શાળા નંબર-4 હળવદની શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા

મોરબી દરવાજા બહાર આવેલી સરકારી શાળા નંબર-4 હળવદની શુભેચ્છા મુલાકાતે હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા સાથે સમગ્ર ટીમ તથાહળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા પધારીયા હતા.

મોરબી જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી શાળા હોય તથા રાજય સરકારના સ્કૂલ ઓફ ઍક્સેલેન્સ પ્રોજેકટમાં શાળાની પસંદગી થવા બદલ અભિનંદન આપ્યા હતા સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી બદલ શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.ત્યાર બાદ શાળાની શૈક્ષણિક તથા સહભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર થયા હતા ત્યારે બાદ સમગ્ર શાળા સંકુલની મુલાકાત ,ઓક્સિજન પાર્કની મુલાકાત,પરીક્ષા આપી રહેલ બાળકોના વર્ગખંડોની મુલાકાત લીધી હતી અને શાળાની જરૂરી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ અને ખૂટતી સુવિધાઓથી માહિતગાર થયા હતા અને ગમે ત્યારે શાળા માટે કંઈપણ કામકાજ હોય તો પૂર્ણ કરાવી આપવાનો ભરોસો પણ આપ્યો હતો.