જલારામ જયંતિની શોભા યાત્રામાં ટ્રાફિક સેન્સ જાળવી રાખતા વાહન ચાલકોને ફૂલોની મહેક આપતા જમાદાર જીલુભાઈ

રિપોર્ટ આરીફ દિવાન : પોલીસ કાયદો વ્યવસ્થા ને જાળવી રાખવાની સાથે સાથે વાર તહેવાર નિમિત્તે પરિસ્થિતિને ધ્યાને રાખી ફરજના ભાગે ટ્રાફિક હળવું કરવાની સાથે સાથે કાયદા તોડ વાહન ચાલકોને દંડની પાવતી પકડાવામાં આવતી હોય છે પરંતુ આજે જલારામ જયંતી નિમિત્તે મોરબીમાં સતત ટ્રાફિક થી ધમધમતા વિસ્તાર એવા મુખ્ય મેન બજાર નેહરુ કે ચોકમાં મોટર વાહન વ્યવહાર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે નેહરુ ગેટ ચોકમાં ઈમરજન્સી ઈમુલન્સ સેવા 108 ને અકસ્માત ઘટનાએ અન્ય ની મદદ માટે કોલ કરવા જેવી પ્રતિજ્ઞાપત્ર વિતરણ કરવાની સાથે સાથે ટ્રાફિક સેન્સ જાળવી રાખનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અર્પણ વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ અંતર્ગત નેરૂગેટ ચોક ના ટ્રાફિક જમાદાર જીલુભાઈએ 19 નવેમ્બર 2023 ના રોજ વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે ટ્રાફિક નું પાલન કરનાર ને ફૂલની મહેક આપી હતી

જેમાં જલારામ જયંતી નિમિત્તે શોભાયાત્રામાં ટ્રાફિક સમસ્યા હલ કરવાની સાથે સાથે ટ્રાફિક સેન્સ નું પાલન કરનાર વાહન ચાલકોની ફૂલ અર્પણ કરવામાં આવ્યું હતું તેમાં ટ્રાફિક જમાદાર જીલ્લુભાઈ તેમજ કેતનભાઇ મેણીયા અને ટી આર બી જવાન ફારૂક ભાઈ સુમરા તેમજ રવિભાઈ વહોલ સહિતના ફરજ નિષ્ઠ કર્મચારીઓએ ફરજ ના ભાગે વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે નહેરુ ગેટ ચોકમાંથી પસાર થતાં ટુ વ્હીલર ચાલક હેલ્મેટ તેમજ ફોરવીલ માં પસાર થતા સીટ બેલ્ટ નો ઉપયોગ કરતા વાહનચાલકોને ગુલાબનું ફુલ અર્પણ કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે