સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત ટંકારા ગામમાં સાફ-સફાઇ કરાઇ

મોરબી જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે . મોરબી જિલ્લાના ટંકારા ગામે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આગામી ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં ૨૫ નવેમ્બર સુધી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં શાકભાજી માર્કેટ, APMC, બાગ બગીચાની સફાઈ તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવવા કોમ્પોસ્ટ મશીનો તેમજ અન્ય સુવિધાઓની શરૂઆત કરવામાં આવશે.