ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા વિકલાંગ ફિમેલ હેલ્થ વર્કરે બદલી માટે કરી રજૂઆત

હાલમાં ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર વિકલાંગ હોવાથી તેઓની બદલી કરી આપવા માટે તેને ડીડીઓને રજૂઆત કરી છે

વાંકાનેરના રાતીદેવળી ખાતે રહેતા અંજુમબેન એમ. બાદી કે જે પીએચસીમાં ફરજ બજાવે છે તેઓએ હાલમાં મોરબીના ડીડીઓને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ડાબા પગે વિકલાંગ છે અને ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે અને ટંકારાનું રોહિશાળા ગામ ૮૦ કિલો મીટર થાય છે અને તેઓના પિતાનું અવસાન થયેલ છે અને તેઓની માતા વયોવૃધ્ધ હોવાથી નાના ભાઈ અને બહેનની જવાબદારી તેઓની ઉપર છે ત્યારે તેમની બદલી ટંકારા તાલુકાનાં સજનપર અથવા વાંકાનેરના પંચાસર પેટા કેન્દ્ર રાતીદેવળી કરી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે