રાજકોટ અમરનાથ મહાદેવ મંદિર દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજાયા પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

ગૌતમભાઈ ચુડાસમા તથા હેમંતભાઈ આહિર દ્વારા પાંચેય કન્યાઓને ૨૫ હજાર રૂપિયાની ફિક્ષ ડિપોઝિટ કરી આપી હતી.

રાજકોટ : શહેરના અટિકા હસનવાડીનાં છેડે આવેલ અમરનાથ મહાદેવ મંદિર દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તા. ૩૦ નવે. ના રોજ પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

અમરનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં મહાદેવના સાનિધ્યમાં ભકતગણ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં દરેક વિવિધ સમાજના મળી કુલ પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્નગ્રંથિથી જોડાનાર દીકરીઓ ને આયોજકો દ્વારા જીવન જરૂરી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ, સોના , ચાંદી ફર્નિચર સહિતની ઘરવખરીનો સામાન કરિયાવરમાં આપવામાં આવવામાં આવેલ. દીકરીઓને વિવિધ દાતાઓ તરફથી અનેક પ્રકારની ભેટ સોગાદો આપી પુણ્યનું ભાથું બાંધી નવદંપતીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
સમૂહ લગ્નોત્સવમા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂદેવો દ્વારા લગ્ન વિધિ કરવામાં આવી હતી જેમાં દરેક માંગલિક પ્રસંગોને આયોજકો દ્વારા હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ.

આજ રોજ તા. ૩૦ નાં રોજ સવારે સાત વાગે જાનનું આગમન થયું હતું જેનું આયોજકો દ્વારા વાજતે ગાજતે સામૈયા કરાયા હતાં. ૧૦ વાગ્યે હસ્ત મેળાપ યોજાયો તેમજ બપોરે ૧૨ વાગ્યાથી ભોજન સમારંભ શરૂ કરવામાં આવેલ. સમૂહ લગ્નોત્સવમા ભોજન સમારંભ સ્વ. અશોકભાઈ ચુડાસમા નાં આત્માના કલ્યાણ માટે તેમના પુત્ર ગૌતમભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવલે. સાથે જ ગૌતમભાઈ ચુડાસમા તથા હેમંતભાઈ આહિર દ્વારા પ્રભુતામાં પગલાં પાડનાર દરેક કન્યાઓને ૨૫ ૨૫ હજારની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી હતી.