વાંકાનેર એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે રાજકીય અગ્રણીઓ તેમજ એસ. ટી કર્મચારીઓ દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કાર્યક્રમ યોજાયો

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : એસ.ટી. નિગમ દ્વારા રાજ્યભરના તમામ ડેપો બસ સ્ટેન્ડ ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” ના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આ અભિયાન અર્તગત વાંકાનેર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ની શરૂઆત વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખના પતિ હરૂભા ઝાલા દ્વારા કરવામા આવી હતી. આ તકે રાજકોટ વિભાગ કર્મચારી મંડળ,તાલુકા પંચાયત સભ્યઓ, જિલ્લા સંગઠન આગેવાનો, વાંકાનેર એસ. ટી. ડેપો TI સહિતનાઓ અભિયાનમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા એસ. ટી. નિગમ મા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત રાખેલ સ્વચ્છતા અંગેના જાગૃતિ અભિયાનમાં વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે રાજકીય આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખનાં પતિ હરુભા ઝાલા , પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા સહિતનાઓ તેમજ રાજકોટ વિભાગના એકાઉન્ટ ઓફિસર તેમજ વાંકાનેર એસ. ટી. ડેપો ના કેર ટેકર ડામોર અને રાજકોટ વિભાગ એસ. ટી કર્મચારી મંડળ પ્રમુખ જયુભા. ડી જાડેજા અને વાંકાનેર ડેપોના કર્મચારીઓ મહેબૂબભાઈ લહેજી, ATI રહીમભાઈ પરમાર,જે. એ. ગુલાબભાઈ બરેડીયા, પ્રતિનિધિ જે. બી. ઝાલા, ટ્રાફિક કંટ્રોલર નરેન્દ્રસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, જયદેવસિંહ ઝાલા સહીત યુનિયન ના આગેવાનો, એસ.ટી કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં રાજ્ય સરકારના સ્વચ્છતા અંગેના આગવા અભિગમની જાણકારી આપેલ તથા મુસાફર જનતાને પણ સ્વચ્છતા રાખવા અપીલ કરી પોતે સ્વચ્છતા અભિયાનમા ભાગ લઈ સ્વછતા કામગીરી કરેલ છે.