વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ત્રણ રાજ્યોમાં ભાજપના જ્વલંત વિજયને ફટાકડા ફોડી મીઠાઈ વહેચી વધાવ્યો

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : ત્રણ રાજયોમાં વિધાનસભાના આજરોજ આવેલા પરિણામોમાં “મોદી ગેરીંટી” દ્વારા ભારતીય જનતા પાર્ટી ને જવલંત વિજય મળ્યો છે. જેની ખુશીમાં વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેશરીદેવસિહજી ઝાલાની રાહબરી હેઠળ તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયાની આગેવાનીમાં ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી મોટી સંખ્યામાં તમામ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓ અને સંગઠનના કાર્યકર્તાઓએ ખેસ પહેરી વિજયોત્સવનો કાર્યક્રમ કર્યો હતો .

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હરુભા ઝાલા, શહેર ભાજપ યુવા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા , કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર , પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી બોર્ડ સુરેશભાઈ પ્રજાપતિ , જીલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન રાઠોડ , અમુભાઈ ઠાકરણી ,‌ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ મકવાણા, શહેર કિશાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિહ ઝાલા તથા રઘુભાઈ નગવાડીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.