મોરબી : શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દર વરસે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનુ પ્રતિભાશાળી સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.આજ રોજ તા.10/12/23ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું સન્માન માનનીય, આદરણીય,વડિલ એવા ચીમનભાઈ સાપરીયાના હસ્તે થયું.

આ સન્માન તેમને રાજ્યના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ-2022 સન્માનીય, આદરણીય ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાપ્ત થતાં કરવામાં આવ્યું.વિજયભાઈને અત્યાર સુધીમાં 12એવોર્ડ આને 48 સન્માન પ્રાપ્ત થયા છે.તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના તમામ ટ્રસ્ટીગણ અને પાટીદાર પરિવારોને આભાર વ્યક્ત કર્યો હતો.