ભારતીય વિચાર મંચ દ્વારા મોરબીમાં જાહેર વ્યાખ્યાન યોજાશે

आ नो भद्रा क्रतवो यन्तु विश्वत: ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ વિષયો પરની વિચાર ગોષ્ઠી અને વ્યાખ્યાનના કાર્યક્રમો થકી મોરબીના પ્રબુદ્ધજનોમાં જાણતા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા આગામી 19/12 અને મંગળવારે રાત્રે 9 વાગ્યે સરસ્વતી શીશુ મંદિર સનાળા મુકામે बदलते समयमें हिंदुत्व कि परिभाषा વિષય પર પોતાની વિવિધ પુસ્તકોને લીધે જાણીતા લેખક તથા વિચારક અને અખિલ ભારતીય પ્રજ્ઞા પ્રવાહના સંયોજક આદરણીય જે. નંદકુમારજી સંવાદ પ્રસ્થાપિત કરશે. મોરબીના પ્રબુદ્ધજનોને આ કાર્યક્રમમાં સહપરિવાર મિત્રમંડળ સાથે પધારવા ભારતીય વિચાર મંચના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાની યાદીમાં જણાવાયું છે.