વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મહાનુભાવોની  પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ રથ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના દેશના દરેક ખૂણે પહોંચાડી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ છે. ખુબ જ ઉપયોગી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે.

આ વેળાએ મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, આંગણવાડી, મિશન મંગલમ, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

                  સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મિશન મંગલમ્ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ યોજનાઓના પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે વાલાસણ ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સરપંચ બસિરભાઈ કડીવાર, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણી સર્વ યુસુફભાઈ શેરસિયા, રમેશભાઈ વોરા, મજીદભાઈ કડિવાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.