ભારતીય વિચાર મંચ દ્વારા बदलते समयमें हिंदुत्व की परिभाषा વિષય પર વ્યાખ્યાન યોજાયું

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા સંગઠન ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા बदलते समय हिंदुत्व की परिभाषा વિષય પર એક વ્યાખ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મલયાલમ, હિંદી અને અંગ્રેજીના અનેક પુસ્તકોના લેખક અને મલયાલમ પત્રિકાના સંપાદક તથા અખિલ ભારતીય પ્રજ્ઞા પ્રવાહના સંયોજક આદરણીય જે. નંદકુમારજી અતિથિ વિશેષ તરીકે માનનીય ડો જયંતિભાઈ ભાડેસીઆ તથા ભારતીય વિચાર મંચના પ્રાંત સહ મંત્રી મદનજી નાહટા, શ્રીકાંતજી કાટદરે ઉપસ્થિત રહ્યા હતા.

મૂખ્ય વક્તા તરીકે બોલતા નંદકુમારજીએ હિંદુ શબ્દ ઉત્પત્તિ થી લઈને હિંદુ આઈડિયોલોજી અને ફિલોસોફી તથા વર્તમાન સમયમાં હિંદુત્વ વિશે વિશિષ્ટ ઉદાહરણો, અવતરણો સાથે છણાવટ કરી હતી તથા ઉપસ્થિત પ્રબુદ્ધજનોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ અવસરે મોરબીના ડોક્ટરો, ઉધોગ જગતના અગ્રણીઓ, શાળા કોલેજ સંચાલકો, વકિલો, શિક્ષકો તથા બધા જ ક્ષેત્રોના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી, સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજા, મિલનભાઈ પૈડા, જશવંતભાઈ મીરાણી, નિલેશભાઈ કુંડારીયા, પાર્થ શેરશિયા, ઉમેશભાઈ પારેજીયા, ચંદ્રકાંતભાઈ બાવરવા, રવિભાઈ ઝાલા, મનિષભાઈ યાજ્ઞિક, જય પંડ્યા, નિરજ ત્રિવેદી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતું.