ટંકારા તાલુકાના સજનપર ગામે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ નું ભાવભેર સ્વાગત અને પુજન કરવામાં આવ્યું હતું. આ કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રામભક્તો હાજર રહ્યા હતા નાની બાળાઓ દ્વારા પૂજીત અક્ષત કળશનું સામૈયુ કરવામાં આવ્યું હતું
આ સામૈયા દરમિયાન પ્રભુ શ્રી રામ ના નારા થી સમગ્ર સજનપર ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ભવ્ય રામજીમંદિર બની રહ્યું છે તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને 22 જાન્યુઆરી એ દિવાળી જેમ ઉજવવા જણાવેલ હતું.