સજનપર પ્રા. શાળામાં દ્વિવિધ કાર્યક્રમ યોજાયા

શ્રી સજનપર પ્રા. શાળામાં તા. 9/1/2024 ના રોજ શ્રી સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ધો.5 થી 8 ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને વિવિધ પ્રયોગો રજૂ કરી વિજ્ઞાન પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવેલ હતી આ સાથે બાળ વૈજ્ઞાનિકો દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો નો વિશેષ પ્રયોગ રજૂ કરેલ તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેન વી. એ ગણિત- વિજ્ઞાનના તમામ મોડેલની બાળકોને તૈયારી કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ શાળામાં પુસ્તક પ્રદર્શન, સંગીતના સાધનોનું પ્રદર્શન અને રમત ગમત ના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું.

આ સાથે જ બીજો એક વિશેષ કાર્યક્રમ વાલી મીટીંગ પણ સાથે જ યોજાઈ ગયો હતો જેમા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વાલી મિટિંગમાં શાળના શિક્ષકો અને આચાર્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપી હતી.

આ તકે ટંકારા તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ લજાઈ સી.આર. સી. કો. શ્રી શૈલેષભાઇ સાણજા અને મિતાણા સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી કૌશિકભાઈ ઢેઢી ખાસ હાજર રહયા હતા. આ તકે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહાનુભવોનો આભાર વ્યક્ત કરેલ હતો.