પ્રભુ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સાર્થક વિદ્યા મંદિરમાં તા. 16 થી 20 જાન્યુઆરી દરમિયાન પંચદિવસીય કાર્યક્રમનું આયોજન થશે.
જેમાં રામ સભા, પૂજિત અક્ષત કળશનું સ્વાગત, શ્રીરામ ભગવાન વિશે વક્તવ્ય ,ગીત ,ધૂન, રામચરિત માનસ પાઠ, વિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થ, પ્રેઝન્ટેશન, ભરતનાટ્યમ કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણ, દીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું live પ્રસારણ વગેરે કાર્યક્રમ યોજાશે.