શ્રી સજનપર પ્રા. શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ નેસ્ટ સ્કૂલ દ્વારા આયોજીત “નેસ્ટ મિરેકલ મોમ” સ્પર્ધામાં સમગ્ર મોરબી જિલ્લામાં કુલ 400 માતાઓમાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
જુદા જુદા રાઉન્ડમાંથી પસાર થઈ ફાઇનલ રાઉન્ડમાં ટોપ 10 માતાઓને KBC ની જેમ જ લાઈવ કવિઝ રમાડવામાં આવી હતી
જેમાં દેત્રોજા ભારતીબેન એ કુલ 10 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપી પ્રથમ ક્રમે રૂ. 1,01,000(એક લાખ એક હજાર પુરા) નો ચેક મેળવેલ હતો. આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર અને શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.