રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ધારાસભ્ય દ્વારા ધાર્મિક સ્થળો પર 5000 દિવાલ ઘડિયાળ ભેટ આપશે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મંદિર સફાઈ અભિયાન ઝુંબેશ સફાઈ સાધન વિતરણ ધાર્મિક જગ્યાએ 5000 દિવાલ ઘડિયાળ વિતરણ., મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. પ્રવાસ દરમિયાન તેઓ સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા 500 વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે 5,000 જેટલી ઘડિયાળો તમામ મંદિરો, ધર્મસ્થાનોમાં ભેટ કરશે.

તા.18-01-2024 પ્રવાસ કાર્યક્રમ સવારે 10:00 – જેતપર(મ.), રામજી મંદિર, સવારે 11:25 – ખાખરેચી, જડેશ્વર મહાદેવ મંદિર, બપોરે 01:00 – મોટા દહિસર, રામજી મંદિર, સાંજે 04:00 – મહેન્દ્રનગર, હનુમાનજી મંદિર, ધર્મ મંગળ સોસાયટી, CNG પંપની સામે, સાંજે 05:00 – રામજી મંદિર, ભડિયાદ, સાંજે 06:00 – ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર

તમામ જિલ્લા પંચાયત બેઠકના મુખ્ય ગામ પર આયોજીત સમારોહમાં જિલ્લા ભાજપ, તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો તથા તમામ આગેવાનો સરપંચઓ તથા તમામ કાર્યકરોએ પ્રવાસમાં સાથે જોડાવા વિનંતી.