મોરબી : અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે રજા જાહેર કરવા મુખ્યમંત્રીને રજુઆત કરતા ધારાસભ્યો

મોરબી, આગામી 22,ડિસેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 500 વર્ષોના પ્રયત્નો બાદ રામલલ્લા પોતાની નિજ મંદિરે પધારી રહ્યા છે ત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોમાં અનેરો આનંદ ઉત્સવ જોવા મળી રહ્યો છે.

ગામેગામ અને સોસાયટી સોસાયટીએ સમૂહ ભોજનના આયોજન થયા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દિવસ દરમિયાન લોકો ભગવાન રામના સમગ્ર દિવસ દરમ્યાન ગુણગાન ગાઈ શકે,અયોધ્યાના કાર્યક્રમને નિહાળી શકે,એ માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ વાંકાનેર-કૂવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી 22 ડિસેમ્બરે જાહેર રજા રાખવા રજુઆત કરેલ છે.