મોરબીમાં આધારકાર્ડ કઢાવવા અને અપડેટ કરાવવામાં પડતી હાલાકી

મોરબી,હાલના સમયમાં બેંક એકાઉન્ટ ઓપન કરવા, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા, સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા માટે આધારકાર્ડ ખુબજ જરૂરી દસ્તાવેજ છે. નાના બાળકોને સ્કૂલમાં પ્રવેશ માટે આધારકાર્ડ અનિવાર્ય છે,નાના બાળકોને વેકસીનેશન માટે પણ આધારકાર્ડ જરૂરી છે.ઘણા બધા કિસ્સાઓમાં મોબાઈલ નંબર આધારકાર્ડ લિંક ન હોય,નાના બાળકોના આધારકાર્ડ અપડેટ કરવાના હોય તમામ બાબતો માટે આધારકાર્ડ સેન્ટર પર વહેલી સવારથી લોકોની લાઈનો લાગેલી હોય છે

લોકો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે, હાલ આંબાવાડી તાલુકા શાળામાં નાના બાળકો માટે કિટ ચાલી રહી છે,જેથી નાના બાળકોના આધારકાર્ડ નીકળી શકે, અપડેર થઈ શકે આધાર સેન્ટર પર લાંબી લાઈનો લાગે છે, કુમળાં બાળકોને કાંખમાં તેડીને બહેનો લાઈનમાં ઉભી હોય છે. સીટી મામલતદાર અને તાલુકા મામલતદાર કચેરીએ આધારકાર્ડની કીટ છે પણ ત્યાં કીટ ચાલતી નથી સર્વર ખુબજ ધીમું ચાલતું હોય છે,ઘણી લાઈટ ન હોય આધારકાર્ડની કામગીરી અટકી જાય છે.પરિણામે લોકો પોતાનું કામ,પોતાના ધંધો રોજગાર બંધ રાખીને આવેલા લોકોને ધરમનો ધક્કો થાય છે આમ મોરબીમાં આધારકાર્ડની કામગીરી ખુબજ ધીમી અને આયોજન વગરની ચાલી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામેલ છે.