મોરબી : માણેકવાડા શાળાના 130 વર્ષ પૂર્ણ થતાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દાન ભેટ અર્પણ

મોરબીની માણેકવાડા શાળાના સ્થાપના દિન નિમિત્તે બાળકોને બુટ-મોજાં-રાઈટિંગ પેડ અર્પણ કરતા દાતા

મોરબી પંથકના લોકો શાળાને વિદ્યાનું મંદિર,વિદ્યાનું ધામ માને છે અને શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને બાલ દેવો ભવ:ની ભાવનાથી જોતા હોય છે.અને બાળકો માટે,શાળા માટે કંઈકને કંઈક વસ્તુઓ ભેટ કરીને પોત પોતાની ભાવના વ્યક્ત કરતા હોય છે ત્યારે મહાદેવબાપા ચનિયારા હાલ મોરબી દ્વારા માણેકવાડા શાળામાં અભ્યાસ કરતા ૧૫૦ જેટલા બાળકોને શિયાળાની ઠંડીમાં પગની રક્ષા માટે બુટ અને મોજા વિતરણ કરવામાં આવ્યા

તેમજ આ પ્રસંગે જીગ્નેશભાઈ છત્રોલા Reolaxe લેમીનેટ કંપની દ્વારા દરેક બાળકોને લખવામાં ઉપયોગી પેડ અર્પણ કરી શાળાના 130 માં સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.