મોરબીમાં કૈલાસ એપાર્ટમેન્ટ રામધામ બન્યું

મોરબીમાં કૈલાસ એપાર્ટમેન્ટમાં શ્રી રામ ભગવાનની અયોધ્યામાં થયેલ મૂર્તિ પ્રતિષ્ઠાની ધામ-ધૂમથી તેમજ જોરદાર આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી અને સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં શ્રી રામ ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, રાષ્ટ્રગીત, બાળકો દ્વારા વિવિધ ડાન્સ અને ખાસ નંદ ઉત્સવ પણ કરવામાં આવ્યો

જેમાં એપાર્ટમેન્ટના બધા લોકો ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી કરી હતી ત્યારબાદ શ્રી રામ ભગવાનને થાળ ધરાવી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમમાં કૈલાસ એપાર્ટમેન્ટના બધા ભાઈઓ-બહેનો તેમજ બાળકો ખૂબ જ ભાવપૂર્વક જોડાયા હતા અને શ્રી રામ ભગવાનના આગમનના હૃદયપૂર્વક વધામણા કર્યા હતા.