૨૬મી જાન્યુઆરીના દિવસે અમૃતકાળના ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબીમાં સર્વાધિક કેમ્પસ ધરાવતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસ પર ધ્વજવંદન કરી મા ભારતીના ચરણોમાં શિશ નમાવ્યું હતું.
નવયુગ વિદ્યાલય ખાતે RSS લાલબાગ ઉપનગર કાર્યવાહ રાજેશભાઇ વિરમગામા દ્વારા ધ્વજ વંદન સાથે દેશભક્તિ, સમાજસેવા અને ભવ્ય રામમંદિરની પ્રેરણાદાયી વાત કરવામાં આવી તેમજ નવયુગ સંકુલ ખાતે કિશાન સંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ જીલેશભાઇ કાલરીયા દ્વારા ધ્વજ વંદન કરેલ તથા ભારતના ભવ્ય વારસા, બંધારણ અને ક્રાંતિકારીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પીત કરી. કંઇક નવું કરવા માટે પ્રખ્યાત તેવા નવયુગ દ્વારા સામાજીક સમરસતાને પણ ઉજાગર કરતા નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલ ખાતે વર્ગ -૪ ના કર્મચારીઓના હસ્તે ધ્વજ વંદન તથા સાલ ઓઢાળીને સન્માન થયું.
આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ દરેકને દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન આર.એસ.એસ. દ્વારા ચાલતી પ્રવૃતિઓમાં જોડાવા આહવાન કર્યું. ભારત આજે દુનિયામાં શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યો છે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ આર.એસ.એસ. ની વિચારધારાનો સિંહ ફાળો છે.
ધ્વજવંદનના કાર્યક્રમમાં NCCની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સએ પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. આ સાથે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશભકિતથી ભરપુર પોતાના વિચારો રજુ કર્યા હતા. ધ્વજવંદન બાદ સ્ટુડન્ટ્સને મેદાનમાં વિભાગ વાઈઝ વિવિધ રમતો રમાડી હતી અને ઓડીટોરીયમમાં દેશભકિતની ફિલ્મ પણ બતાવી હતી.
સમગ્ર કાર્યક્રમોમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી બી. એસ. સરસાવાડીયાની પ્રેરણામય ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગના પ્રિન્સિપાલઓ, શિક્ષકો, અધ્યાપકો, વ્યાયામ શિક્ષકો, NCCના ANO એ જહેમત ઉઠાવી હતી.