અયોધ્યા શ્રી રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સહભાગી બનીને પરત ફરેલા ડો. ભાડેશીયા દંપતીનું સન્માન

ગત તા. ૨૨/૧/૨૦૨૪ ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર તથા શ્રી રામલલ્લા ની પુન: પ્રાણપ્રતિષ્ઠા ના કાર્યક્રમ મા મોરબી જીલ્લા માં થી મોરબીની નવા બસસ્ટેશન સામે આવેલ સરકારી કર્મચારી સોસાયટી ના કારોબારી સભ્ય તથા RSS પશ્ચિમ ક્ષેત્ર ના સરસંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા દંપતિ ને આમંત્રણ મળતાં તેઓ આ કાર્યક્રમ માં ભાગ લઈ મોરબી પરત આવી ગયા બાદ તા. ૨૫/૧/૨૦૨૪ ના રોજ સરકારી કર્મચારી સોસાયટી ના તમામ સભ્યો સપરિવાર હાજર રહી સોસાયટી ના સભ્યો વતી પ્રમુખ રોહિતભાઈ કંઝારીયા તથા મંત્રી પ્રધ્યુમનસિંહ ઝાલા એ શાલ ઓઢાડી તેમજ હારતોરા કરી સ્વાગત કર્યું.

સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ ડો. ભાડેસિયાએ ભૂતકાળ મા શ્રી રામ મંદિર ના મોગલ બાદશાહ બાબરે કરેલ ધ્વંસ થી લઈ તાજેતર માં જે પુન: પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યાં સુધી બનેલ તમામ હકિકતો જણાવી. તેમજ આજ થી ૩૧ વર્ષ પહેલાં બાબરી મસ્જીદ ના ઢાંચા ના ધ્વંસ વખતે થયેલી કાર સેવા માં તેમણે કાર સેવક તરિકે ભાગ લીધેલ તે વખતની ઘટનાઓ ને પણ વર્ણવી. તેમજ હાલ થયેલ પુન: પ્રતિષ્ઠા ના કાર્યક્રમ નુ પણ રસપ્રદ વર્ણન કર્યું હતું. બાદ સૌ એ મીઠાં મોં કરી સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કરેલ.