(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબી: નાયબ નિયામક બાગાયત કચેરી મોરબી દ્વારા શહેરી વિસ્તારના સખીમંડળ ના બહેનોને “મહિલા વૃતીકા કિચન કેનિંગ” ટ્રેનીંગ આપવા ડે-એન.યુ.એલ.એમ. મોરબી નગરપાલિકા સાથે સંકલન કરતા તા.23 અને 24 જાન્યુઆરીના બે દિવસની તાલીમનું આયોજન નજરબાગ વિસ્તારમાં આવેલ બંશી સખીમંડળ તથા સવગુણ સખીમંડળના બહેનો માટે કરવામાં આવેલ હતું.
જેમાં બંને મંડળના બહેનો તથા તેમના પરિવારના બહેનો મળી કુલ 28 બહેનોને આ તાલીમ આપવામાં આવી હતી. જેમાં બે દિવસ દરમ્યાન કોબીનો ચેવડો, ખજૂરના લાડુ,આદું-લીંબુનો સ્કવોશ, મિક્સ ફ્રુટ જામ, ખજુર-લીંબુનું અથાણું , પાઈનેપલ સ્કવોશ અને ટોપરાના લાડુ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ હતી. તાલીમના બીજા દિવસે તાલીમમાં ભાગ લીધેલ હતો. તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. બાગાયત ખાતાની આ મહિલા વૃત્તિકા તાલીમ અંતર્ગત આ તાલીમાર્થી બહેનોને એક દિવસના રૂ.250 મુજબ બે દિવસ તાલીમના કુલ રૂ.500 મુજબ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે. તેમ એન.યુ.એલ.એમ. મેનેજર હરેશ ખડોદરાની યાદીમાં જણાવવામા આવ્યુ હતું.