ભૂતકોટડા પ્રા.શાળા માં માતૃભાષા દિવસની અનોખી ઉજવણી કરાઈ

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!

શ્રી ભૂતકોટડા પ્રા.શાળા ખાતે ૨૧ ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરવામાં જેમાં આપણા વેદો અને રામાયણ ગ્રંથ ની સાથે ગુજરાતી પુસ્તક ની બાળકો દ્વારા પૂજા કરવામાં આવી તેમજ ગુજરાતી ભાષાનું મૂળ કક્કો જુદા જુદા 7 રાગ માં ત્યાંના શિક્ષિકા બેન સાંચલા ગીતા બેન દ્વારા રજૂ કરવામાં આવ્યો.

જેમાં ભજન, ઘુન,લગ્નગીત,લોકગીત,ચોપાઈ,દુહા છંદ વગેરે અલગ અલગ રાગ અને ઢાળ માં ગવડવવા માં આવ્યો.બાળકો ખૂબ આનંદ સાથે આ રીતે કક્કો શીખ્યા. ઉપરાંત ક થી જ્ઞ સુધી મૂળાક્ષર બાળકોએ અલગ અંદાજ માં રજુ કર્યો અને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો. આ કાર્યક્રમ નું સંચાલન હર વખતે કંઈક નવું કરવાની નેમ રાખતા ત્યાંના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન દ્વારા કરવામાં આવ્યું.