મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયા

મોરબીમાં રોહીદાસપરામાં વિજયનગર પાસે ભીમરાવનગરમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર પ્રા. વિદ્યાલય ખાતે ડો.બાબાસાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શૂલ્ક શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ વેળાએ દીકરીઓને કરિયાવર પેટે સોના-ચાંદીના દાગીના સહિત અનેક વસ્તુઓ આપી ધામધૂમથી સાસરે વળાવવામાં આવી હતી.

આ પ્રસંગે સમૂહલગ્નમાં દાન આપનાર દાતાઓનું તથા ઉપસ્થિત રહેનાર સામાજિક-રાજકીય આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.