મોરબીના રવાપર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબીના રવાપર ગામ નજીક જાહેરમાં પાર્ક કરેલ બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો 215 બોટલ સાથે એક ઇસમને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમે ઝડપી લીધો છે.

મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતો વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા તેની બ્રેઝા કાર નં.GJ-36-L-3120 વાળીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે હાલે આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે જે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 215 (કિં રૂ.92,805) તથા બ્રેઝા કાર નં- GJ-36-L-3120 (કિં.રૂ.4,00,000) તથા મોબાઇલ ફોન નંગ.1 (કિં.રૂ.5,000) મળી કુલ કિંમત .રૂ.4,97,805નો મુદામાલ સાથે એક આરોપી વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા (રહે. રવાપર ગામ શિવ શક્તિ સોસાયટી તા જી. મોરબી)વાળો મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ અન્ય એક શખ્સ દેવજીભાઈ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર (રહે. હાલ મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી) વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.