મોરબીના મચ્છુ -3 ડેમમાંથી આશાસ્પદ યુવાનના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ મોરબીના મચ્છુ-3 ડેમમાંથી યુવાનનો આજે મૃતદેહ મળી આવ્યો હતો.
યુવાનનું નામ રવિભાઈ કુંવરજીભાઇ ગોધવીયા (ઉ.વ.35) અને છત્રાલય રોડ ઉપર વિજયનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આકસ્મિક મૃત્યું કે પછી આપઘાત કર્યો છે તે દિશામાં હાલ મોરબી તાલુકા પોલીસ તપાસ હાથ ધરી છે.